








પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.)પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 31 ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા
દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા
હાથી ગ્રાઉન્ડ, ચોપાટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ
ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી
તથા શ્રમ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, પોરબંદર મહાનગરપાલિકાના તમામ વોર્ડ, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લાના ગામોમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની
ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમોના માધ્યમથી
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિનો સંદેશ જનજન
સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવાઓ
અને યોગદાન બદલ પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના સહિતના મહાનુભાવોના હસ્તે ડો.
સુરેખાબેન શાહ, બલરાજ પાડલીયા અને કમલેશભાઈ ખોખરીનું
સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, રાષ્ટ્રીય એકતાના શપથ તેમજ સ્ટેચ્યુ ઓફ
યુનિટી ખાતેથી યોજાયેલી એકતા પરેડ અને વડાપ્રધાનના ઉદબોધનનું જીવંત પ્રસારણ
કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત અગ્રણીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકોએ
નિહાળ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ
બોખરિયા, પ્રભારી સચિવ ડી.એન. મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક રેખાબા
સરવૈયા, પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ
કમિશનર ટી.સી. તીરથાણી, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનવિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ
ખોરાવા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ
મોઢવાડિયા સહિતના અગ્રણીઓ,
મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો
ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya