
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જોકે, ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અન્ય સંલગ્ન ટીમો સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ અપહરણ થયેલી બાળકીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. સાથે જ અપહરણના આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ત્રણ વર્ષની સગીર વયની બાળકીના અપહરણની ઘટના બનતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાઠી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ દરમિયાન પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી. પોલીસની ટીમોની મહેનત અને ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ અપહરણ થયેલી માસૂમ બાળકીને શોધી કાઢવામાં આવી હતી અને આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષની બાળકીના અપહરણ જેવા ગંભીર બનાવમાં લાઠી પોલીસની ત્વરિત કામગીરીને સફળતા મળી છે. બાળકી મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai