પાટણ જિલ્લાના કમાલપુર ગામના નિતાબેન ચૌધરી GPSC પાસ કરી ક્લાસ-2 અધિકારી બન્યાં, સમાજમાં ખુશીની લહેર
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના કમાલપુર ગામનાં નિતાબેન ચૌધરીએ GPSCની પરીક્ષા પાસ કરી ક્લાસ-2 અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમનું મૂળ વતન કમાલપુર છે, જ્યારે તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ નજુપુરા ગામમાં થયું હતું. તેમણે નજુપુરા
કમાલપુરની નિતાબેન ચૌધરી GPSC પાસ કરી ક્લાસ-2 અધિકારી બન્યાં, સમાજમાં ખુશીની લહેર


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના કમાલપુર ગામનાં નિતાબેન ચૌધરીએ GPSCની પરીક્ષા પાસ કરી ક્લાસ-2 અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમનું મૂળ વતન કમાલપુર છે, જ્યારે તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ નજુપુરા ગામમાં થયું હતું. તેમણે નજુપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી અભ્યાસ શરૂ કર્યો હતો. બાળપણથી જ મામાના ઘરે ઉછરેલાં નિતાબેનને મામા તરફથી સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું હતું. મામાનું સ્વપ્ન હતું કે તેમની ભાણી ક્લાસ-1 અથવા ક્લાસ-2 અધિકારી બને.

નિતાબેને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે UPSCની લેખિત પરીક્ષા પાસ કરી હતી, પરંતુ મૌખિક પરીક્ષામાં સફળતા મળી નહોતી. ત્યારબાદ GPSCમાં પણ ત્રણ વખત લેખિત પરીક્ષા પાસ કરવા છતાં મૌખિક પરીક્ષામાં સફળતા મળી શકી નહોતી. જોકે, એક દિવસની નિરાશા બાદ તેમણે ફરીથી હિંમત એકઠી કરી અભ્યાસ શરૂ કર્યો અને સતત મહેનત તથા દૃઢ મનોબળના આધારે અંતે GPSCની પરીક્ષામાં સફળતા મેળવી ક્લાસ-2 અધિકારી બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.

નિતાબેનની આ સિદ્ધિથી કમાલપુર, નજુપુરા ગામ તેમજ આંજણા ચૌધરી સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમની સફળતાના સમાચાર મળતાં પરિવારજનો, ગ્રામજનો અને સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. અનેક નિષ્ફળતાઓ છતાં હિંમત હાર્યા વિના સતત પ્રયત્નો દ્વારા મેળવેલી તેમની આ સફળતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને ખાસ કરીને યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande