પાટણમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના વર્ષ નિમિત્તે ભવ્ય ‘ભક્તિ પર્વ’, શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં દેવી પૂજા યોજાઈ
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપનાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણના એન.જી.એસ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ‘ભક્તિ પર્વ’ અંતર્ગત વિશેષ દેવી પૂજા મહોત્સવ યોજાયો હતો. બેંગલોર આશ્રમની બહાર પ્રથમ વખત યોજાયેલા આ મહોત્સવમાં સંસ્થાના પ્રણેતા
પાટણમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના વર્ષ નિમિત્તે ભવ્ય ‘ભક્તિ પર્વ’, શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં દેવી પૂજા યોજાઈ


પાટણમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના વર્ષ નિમિત્તે ભવ્ય ‘ભક્તિ પર્વ’, શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં દેવી પૂજા યોજાઈ


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપનાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણના એન.જી.એસ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ‘ભક્તિ પર્વ’ અંતર્ગત વિશેષ દેવી પૂજા મહોત્સવ યોજાયો હતો. બેંગલોર આશ્રમની બહાર પ્રથમ વખત યોજાયેલા આ મહોત્સવમાં સંસ્થાના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર હેલિકોપ્ટર દ્વારા પાટણ આવી પહોંચ્યા હતા. કર્ણાટકથી આવેલા વિદ્વાન પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પરાશક્તિ પૂજનની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આયોજક ડાયાભાઈએ જણાવ્યું હતું કે, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વિશ્વના 180થી વધુ દેશોમાં કાર્યરત છે. મોટા મહાનગરોના બદલે પાટણ ખાતે આ વિશેષ ધાર્મિક મહોત્સવ યોજવાનું નક્કી કરાયું હતું. આ પ્રસંગે પાટણ સહિત ઉત્તર ગુજરાત અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૂજાવિધિ બાદ શ્રીશ્રી રવિશંકરે ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, સંસ્થાની સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયાં છે અને આજે તે વિશ્વના 185 દેશોમાં કાર્યરત છે. સરસ્વતી નદીના કિનારે પાટણની પવિત્ર ધરતી પર હજારો લોકોએ દેવી પૂજાનો લાભ લીધો છે. તેમણે જીવનમાં સફળતા, ઉપલબ્ધિઓ તેમજ સુખ-દુઃખની દરેક પરિસ્થિતિ ઈશ્વરને અર્પણ કરીને 'તેરા તુજકો અર્પણ'નો ભાવ રાખવા અને અહંકાર છોડીને જીવવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે 25 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા ભાર્ગવ ચોકસીએ પાટણમાં રવિશંકરની પધરામણીને ગૌરવપૂર્ણ ગણાવી હતી. જ્યારે 14 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા ડૉ. વિનીતા શાહે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી આ દિવ્ય દેવી પૂજામાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પૂર્ણ થયા બાદ શ્રીશ્રી રવિશંકરે પાટણના TOK સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande