અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, દસ લોકો ઇજાગ્રસ્ત
આણંદ નજીક લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો, એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ ગાંધીનગર, 13 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક શુક્રવારે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, દસ લોકો ઇજાગ્રસ્ત


- આણંદ નજીક લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો, એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ

ગાંધીનગર, 13 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક શુક્રવારે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, સુરતથી અંબાજી તરફ જઈ રહેલ લક્ઝરી બસ પાછળ ટ્રક અથડાતા બસ આગળના ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં દસ લોકોને ઇજા પહોંચી હતી.

અકસ્માની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલક અને કંડક્ટરને ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકનું નિયમન કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande