પોરબંદરમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થશે
પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. 15 નવેમ્બરના રોજ પોરબંદર જિલ્લામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગેની
જનજાતિ  ગૌરવ  દિવસની  ઉજવણી  અંતર્ગત  જિલ્લા કલેક્ટરના  અધ્યક્ષસ્થાને  પત્રકાર  પરિષદ  યોજાઈ.


જનજાતિ  ગૌરવ  દિવસની  ઉજવણી  અંતર્ગત  જિલ્લા કલેક્ટરના  અધ્યક્ષસ્થાને  પત્રકાર  પરિષદ  યોજાઈ.


જનજાતિ  ગૌરવ  દિવસની  ઉજવણી  અંતર્ગત  જિલ્લા કલેક્ટરના  અધ્યક્ષસ્થાને  પત્રકાર  પરિષદ  યોજાઈ.


પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. 15 નવેમ્બરના રોજ પોરબંદર જિલ્લામાં

જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત યોજાનાર વિવિધ

કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગેની વિગતો આપવા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના

અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ તકે પોરબંદર મહાનગરપાલિકા કમિશનર ટી.સી.

તીરથાણી ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર એસ.ડી.

ધાનાણીએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે બે સ્થળોએ

કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર મહાનગરપાલિકા કક્ષાનો

કાર્યક્રમ શહેરના બિરલા હોલ ખાતે તથા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહેર સમાજ, ખંભાળા ખાતે યોજાશે. બંને સ્થળોએ

કાર્યક્રમો સવારે 11:11

કલાકે શરૂ થશે.

કાર્યક્રમમાં સવારે 11:00 થી 11:45 કલાક દરમિયાન સ્થાનિક સ્તરે વિવિધ

સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ સવારે 11:45 કલાકે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં

યોજાનાર રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે.

કાર્યક્રમમાં સહભાગી થવા માટે નાગરિકોને સવારે 10:00 થી 10:30 કલાક સુધીમાં નિયત સ્થળે સ્થાન લેવા

જિલ્લા કલેક્ટરએ અપીલ કરી હતી.

ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ, દેશની આઝાદીની લડતમાં તેમના અદ્વિતીય

યોગદાન અને આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમણે કરેલા કાર્યોને યાદ કરવા તેમજ જનજાતિ

સમાજના ગૌરવશાળી વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી

જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ

મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા સહિત વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના

પત્રકારો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande