વિદ્યાભવનની 31 વર્ષની શૈક્ષણિક સફરની ઉજવણી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરના નવાગામ ખાતે શ્રી એલ.પી. કાકડિયા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાભવનની ગૌરવવંતી 31 વર્ષની શૈક્ષણિક યાત્રાની ઉજવણી નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી
કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા


ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરના નવાગામ ખાતે શ્રી એલ.પી. કાકડિયા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાભવનની ગૌરવવંતી 31 વર્ષની શૈક્ષણિક યાત્રાની ઉજવણી નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્થાના સંચાલકો, શિક્ષકગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવો સાથે આત્મીય મુલાકાત કરી હતી.

વિદ્યાભવને છેલ્લા 31 વર્ષ દરમિયાન શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન અને શૈક્ષણિક સફરને આ પ્રસંગે બિરદાવવામાં આવી હતી. સ્નેહમિલન સમારોહમાં વર્ષો બાદ એક જ સ્થળે એકત્રિત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા. શિક્ષકો સાથે મુલાકાત કરી જૂની યાદોને તાજી કરી હતી. આ મિલનથી વિદ્યાર્થીઓ અને સંસ્થા વચ્ચેનો વર્ષો જૂનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો.

આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, શિક્ષણ સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો છે. શિક્ષણ વ્યક્તિના જીવનમાં પ્રગતિની નવી તકો ઊભી કરે છે. સંસ્થાઓ દ્વારા આપવામાં આવતું ગુણવત્તાયુક્ત શિક્ષણ અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપે છે.

વિદ્યાભવનની 31 વર્ષની શૈક્ષણિક યાત્રાની ઉજવણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનનો આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande