નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહુડી ખાતે કર્યા શ્રી ઘંટાકર્ણ મહાવીરના દર્શન; ગુજરાતની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
ગાંધીનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં આવેલા જૈન ધર્મના અત્યંત પવિત્ર યાત્રાધામ મહુડી ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મહુડી ખાતે આવેલા દર્શનાર્થીઓ અ
દર્શન કરતા નાયબ મુખ્યમંત્રી


મહુડી ખાતે કર્યા શ્રી ઘંટાકર્ણ મહાવીરના દર્શન


ગાંધીનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં આવેલા જૈન ધર્મના અત્યંત પવિત્ર યાત્રાધામ મહુડી ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મહુડી ખાતે આવેલા દર્શનાર્થીઓ અને નગરજનોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પવિત્ર સ્થળે શ્રી ઘંટાકર્ણ સ્વામીના દર્શનનો લહાવો મળવાથી મનને ભારે અલૌકિક આનંદ થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ અવસરે ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય તથા રાજ્યના નાગરિકોનું જીવન સુખી બને તે માટે પ્રાર્થના કરી છે.

આ અવસરે માણસા ધારાસભ્ય જે.એસ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ દર્શનાર્થે જોડાયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande