આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગઢડા ગોપીનાથજી મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
બોટાદ, 13 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભગવાન શ્રી ગોપીનાથજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્ય
દર્શન કરતાં મંત્રી


બોટાદ, 13 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભગવાન શ્રી ગોપીનાથજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંત્રીની મંદિર મુલાકાતને પગલે સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

મંદિર ખાતે પહોંચેલા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનું બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, સુરેશભાઈ ગોધાણી, વિક્રમભાઈ બોરીચા સહિત ભાજપના આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આગેવાનોએ મંત્રીનું અભિવાદન કરી તેમનું સ્વાગત કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન મંત્રીએ મંદિર પરિસરમાં ભગવાન ગોપીનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. ગઢડા શહેરનું શ્રી ગોપીનાથજી દેવ મંદિર ધાર્મિક આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.

મંત્રીની આ મંદિર મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલી આ મુલાકાતની તસવીરો પણ સામે આવી હતી. જેમાં મંત્રી પ્રફુલ પાનશેરિયા ભાજપના આગેવાનો સાથે જોવા મળી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande