અમરેલીમાં મહિલાના ઘરમાં ઘૂસી છરી બતાવી છેડતી અને ₹2,500ની લૂંટ! ગણતરીના કલાકોમાં આરોપી યુવરાજ મકવાણા પોલીસની પકડમાં
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) અમરેલીમાં મહિલાની સુરક્ષાને લઈને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. એક શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી છરી બતાવી છેડતી કરવા ઉપરાંત રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધર
અમરેલીમાં મહિલાના ઘરમાં ઘૂસી છરી બતાવી છેડતી અને ₹2,500ની લૂંટ! ગણતરીના કલાકોમાં આરોપી યુવરાજ મકવાણા પોલીસની પકડમાં


અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.)

અમરેલીમાં મહિલાની સુરક્ષાને લઈને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. એક શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી છરી બતાવી છેડતી કરવા ઉપરાંત રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, અમરેલીમાં એક મહિલાના ઘરમાં ઘૂસીને આરોપીએ છરી બતાવી હતી અને મહિલા સાથે છેડતી કરી હતી. આ દરમિયાન આરોપીએ મહિલાને ડરાવી-ધમકાવી રૂ. 2,500ની રોકડ રકમ લૂંટી લીધી હતી. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ પોલીસને થતાં જ અમરેલી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ અને અન્ય તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા હોવાના આરોપસર યુવરાજ મકવાણાને ઝડપી પાડ્યો હતો.

મહિલાના ઘરમાં ઘૂસીને છેડતી અને લૂંટ જેવી ગંભીર ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને પકડી પાડતાં પોલીસની કામગીરીની ચર્ચા થઈ રહી છે.

હવે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની સક્રિયતા કેટલી જરૂરી છે તે આ બનાવ ફરી એકવાર દર્શાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande