કચ્છમાં 15 નવેમ્બરે ગુંજશે આદિવાસી ગૌરવનો જયઘોષ: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ ભુજમાં યોજાશે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ
આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાનાયકોના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ. કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) : કચ્છ સહિત સમગ્ર દેશમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવાની સાથે દે
કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ


કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ


કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ


કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ


કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ


- આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાનાયકોના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ.

કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) : કચ્છ સહિત સમગ્ર દેશમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવાની સાથે દેશની આઝાદીની લડતમાં આદિવાસી મહાનાયકોના અતુલનીય યોગદાનને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આગામી 15 નવેમ્બર, 2026ના રોજ 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીના અવસરે યોજાનારી આ ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમની વિગતો અને તેની રૂપરેખાથી માધ્યમોને માહિતગાર કરવા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.

ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના સ્વાભિમાન, સંઘર્ષ અને શૌર્યના પ્રતીક માનવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસન સામે આદિવાસી સમાજને સંગઠિત કરી સ્વતંત્રતા અને અધિકારો માટે લડત ચલાવી હતી. તેમના જીવનસંઘર્ષ અને બલિદાનને યાદ કરવા તેમજ આદિવાસી સમાજની ઐતિહાસિક વિરાસતનું સન્માન કરવા દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં પણ આ ઉજવણીને વ્યાપક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2024માં ડાંગ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના કાર્યક્રમ સહિત 14 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારત સરકારે 15 નવેમ્બર, 2024થી 15 નવેમ્બર, 2025 સુધીના સમયગાળાને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન આદિવાસી પરિવારોના સર્વાંગી વિકાસ માટે PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને સિકલસેલ નિર્મૂલન અભિયાન જેવી યોજનાઓના માધ્યમથી કરવામાં આવેલી કામગીરીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

વર્ષ 2025માં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં 28 નવેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન ચાર આદિજાતિ જનઉત્કર્ષ મહોત્સવ યોજાયા હતા અને 54 આદિજાતિ તાલુકાઓમાં વિકાસ રથ દ્વારા વિવિધ સરકારી યોજનાઓની જાણકારી પહોંચાડવામાં આવી હતી.

ચાલુ વર્ષે ગુજરાતમાં 11થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થવાની છે. તેના ભાગરૂપે 15 નવેમ્બરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓની તમામ વિધાનસભા બેઠકો ઉપરાંત 20 બિનઆદિજાતિ જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકા વિસ્તારોમાં પણ કાર્યક્રમો યોજાશે. કચ્છમાં ભુજ ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારા આદિવાસી સમાજના ગૌરવશાળી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા સાથે તેમની સંસ્કૃતિ અને યોગદાનને વિશેષ ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande