નખત્રાણા હાઇવે પર ગટરનું ગંદુ પાણી બન્યું માથાનો દુખાવો: જૂની દેના બેંક સામે અસહ્ય દુર્ગંધથી વેપારીઓ અને રાહદારીઓ ત્રસ્ત
મહિનામાં બે વખત ઉભરાતી ગટરનો કાયમી ઉકેલ ક્યારે? કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) : કચ્છના નખત્રાણા શહેરના મુખ્ય હાઇવે પર જૂની દેના બેંક સામે ઉભરાતી ગટરની સમસ્યાએ સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. છેલ્લા દસ દિવસથી આ વિ
નખત્રાણા ખાતે ઊભરાતી ગટર


નખત્રાણા ખાતે ઊભરાતી ગટર


- મહિનામાં બે વખત ઉભરાતી ગટરનો કાયમી ઉકેલ ક્યારે?

કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) : કચ્છના નખત્રાણા શહેરના મુખ્ય હાઇવે પર જૂની દેના બેંક સામે ઉભરાતી ગટરની સમસ્યાએ સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. છેલ્લા દસ દિવસથી આ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી માર્ગ પર વહેતાં સમગ્ર વાતાવરણમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. નવા વર્ષની શરૂઆત સાથે જ ફરી એકવાર માથું ઊંચકેલી આ સમસ્યાએ સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.

મુખ્ય માર્ગ પર જ ગટરનું ગંદુ પાણી વહેતું હોવાથી અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આસપાસની દુકાનોમાં વેપાર કરતા વેપારીઓ માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની છે. દિવસભર ફેલાતી ગંદી વાસના કારણે દુકાનદારોને બેસવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યારે ખરીદી માટે આવતા ગ્રાહકો પણ દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત પગપાળા જતા રાહદારીઓ માટે પણ આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

સમસ્યાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે હાઇવે પરથી પસાર થતાં ભારે વાહનો ગટરના ગંદા પાણીને ઉડાડે છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા નાના વાહનચાલકો અને રાહદારીઓ પર ગંદા પાણીના છાંટા ઊડે છે. પરિણામે વાહનચાલકોને અસુવિધા થવાની સાથે સ્વચ્છતા અને જાહેર આરોગ્યને લઈને પણ ચિંતા વધી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande