ધારાસભ્ય મહેશભાઈ લીલીયા મેઘાણી ખાતે હવન અને વાસ્તુપૂજનના શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, પરિવારને પાઠવી શુભકામનાઓ
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : લીલીયા મેઘાણી ખાતે પરિવારના ધાર્મિક અને માંગલિક પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર દ્વારા આયોજિત હવન અને વાસ્તુપૂજનના પવિત્ર પ્રસંગે તેમણે હાજરી આપી શુભ અવસરમાં સહભાગી બની પરિવાર સાથે આનંદની ક્ષણો માણી હ
ધારાસભ્ય મહેશ વાળા લીલીયા મેઘાણી ખાતે હવન અને વાસ્તુપૂજનના શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, પરિવારને પાઠવી શુભકામનાઓ


અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : લીલીયા મેઘાણી ખાતે પરિવારના ધાર્મિક અને માંગલિક પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર દ્વારા આયોજિત હવન અને વાસ્તુપૂજનના પવિત્ર પ્રસંગે તેમણે હાજરી આપી શુભ અવસરમાં સહભાગી બની પરિવાર સાથે આનંદની ક્ષણો માણી હતી.

હિન્દુ ધર્મમાં હવન અને વાસ્તુપૂજનનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. નવા મકાન અથવા નિવાસસ્થાનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો વાસ થાય તેવા શુભ આશય સાથે વાસ્તુપૂજન કરવામાં આવે છે. જ્યારે હવન દ્વારા વાતાવરણની શુદ્ધિ અને પરિવારની સુખાકારી માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે.

આ પાવન અવસરે ધારાસભ્ય મહેશભાઈ એ પરિવારજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમજ પરિવારના તમામ સભ્યોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને પ્રગતિ જળવાઈ રહે તથા આવનારું ભવિષ્ય મંગલમય બને તેવી પ્રભુચરણોમાં પ્રાર્થના કરી હતી.

ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ઉપસ્થિતિ દ્વારા લોકો સાથેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બને છે. આ પ્રસંગે પરિવારજનોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande