મોટા વરાછાની કૃષ્ણા એવન્યુમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગજેરા કુંડાઉન્ડની સામે આવેલી કૃષ્ણા એવન્યુ બિલ્ડિંગના પાર્કિંગમાં ગત રાત્રે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ થતાં
Major Fire at Krishna Avenue


સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગજેરા કુંડાઉન્ડની સામે આવેલી કૃષ્ણા એવન્યુ બિલ્ડિંગના પાર્કિંગમાં ગત રાત્રે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાર્કિંગમાં ઊભેલાં 15થી 16 જેટલાં ટુ-વ્હીલર અને બે નાની સાઇકલ તેની લપેટમાં આવી ગયાં હતાં. તેમાં સ્પ્લેન્ડર, જ્યુપિટર, સાઇન, એક્ટિવા અને ઓલા એસ-વન પ્રો સહિતનાં વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઉપરાંત અન્ય કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે અનેક વાહનો બળીને ખાખ થતાં વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande