સમાજની વાડી માત્ર પ્રસંગો પૂરતી સીમિત ન રહે, એકતા અને સંવાદનું કેન્દ્ર બને : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
મહેસાણા, 13 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામે શ્રી સમસ્ત રણાસણ પાટીદાર સમાજ દ્વારા શ્રી બહુચર માતાજી પાટીદાર સમાજ વાડીના દાતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
સમાજની વાડી માત્ર પ્રસંગો પૂરતી સીમિત ન રહે, એકતા અને સંવાદનું કેન્દ્ર બને : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


સમાજની વાડી માત્ર પ્રસંગો પૂરતી સીમિત ન રહે, એકતા અને સંવાદનું કેન્દ્ર બને : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


મહેસાણા, 13 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામે શ્રી સમસ્ત રણાસણ પાટીદાર સમાજ દ્વારા શ્રી બહુચર માતાજી પાટીદાર સમાજ વાડીના દાતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સમાજની એકતા, વડીલોની સેવા અને બાળકોના સંસ્કાર ઘડતર અંગે સામાજિક સંદેશ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમાજની વાડી માત્ર લગ્ન કે ધાર્મિક પ્રસંગો પૂરતી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ સમગ્ર ગામના લોકો એકત્ર થાય, સામાજિક પ્રશ્નો અંગે સંવાદ કરે અને તેનું સમાધાન લાવે તેવું કેન્દ્ર બનવું જોઈએ. દાતાશ્રીઓના સહયોગથી તૈયાર થયેલી વાડીની સ્વચ્છતા જાળવવી અને આવનારી પેઢી માટે તેનું જતન કરવું સૌની જવાબદારી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માતા-પિતાએ આખી જિંદગી મહેનત કરીને સંતાનોને મોટા કર્યા હોય છે ત્યારે વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરવી દરેક સંતાનની પ્રથમ ફરજ છે. બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવા અને ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડીને તેમનામાં સારા સંસ્કારોનું ઘડતર કરવા પણ તેમણે અપીલ કરી હતી.

કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, માણસાના ધારાસભ્ય જી.એસ. પટેલ, પૂર્વ ધારાસભ્યો રમણભાઈ પટેલ અને કાંતિભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande