બોટાદમાં મદદના બહાને, મોબાઇલ ચોરીની ઘટના, રિક્ષા પલટી ત્યારે 38 હજારનો ફોન સેરવી શખ્સ ફરાર
ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.)બોટાદ શહેરમાં અકસ્માતની સ્થિતિમાં મદદ કરવા આવનારા અજાણ્યા લોકો પર પણ સાવચેતી રાખવી પડે તેવી ઘટના સામે આવી છે. શહેરના ખાસ રોડ પર ખોડિયાર મંદિર નજીક એક રિક્ષા પલટી જતાં મદદ માટે દોડી આવેલા અજાણ્યા શખ્સે માનવતાને શરમાવે તેવી
અકસ્માત થયેલ રિક્ષા


ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.)બોટાદ શહેરમાં અકસ્માતની સ્થિતિમાં મદદ કરવા આવનારા અજાણ્યા લોકો પર પણ સાવચેતી રાખવી પડે તેવી ઘટના સામે આવી છે. શહેરના ખાસ રોડ પર ખોડિયાર મંદિર નજીક એક રિક્ષા પલટી જતાં મદદ માટે દોડી આવેલા અજાણ્યા શખ્સે માનવતાને શરમાવે તેવી હરકત કરી હતી.

રિક્ષાચાલકની મદદ કરવાના બહાને પહોંચેલા આ શખ્સે તકનો લાભ ઉઠાવી આશરે 38 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, જગદીશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણની રિક્ષા ખોડિયાર મંદિર નજીક પલટી ગઈ હતી. રિક્ષા પલટી જતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન ભીડમાં સામેલ થયેલા એક અજાણ્યા શખ્સે રિક્ષાચાલકનો મોબાઇલ ફોન સેરવી લીધો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande