પોરબંદર તાલુકાના માધવપુર ઘેડમાં સહેલાણીઓના સાગર છલકાયો
પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : ભાઈબીજના પ્રવિત્ર તહેવારે સ્નાન કરવાનું અનેરૂ મહત્વ છે, ત્યારે પોરબંદર જિલ્લાના માધવપુરના દરિયા કિનારે જાણે મેળો ભરાયો હોય તેટલી જનમેદની ઉમટી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાણી રૂક્ષ્મણીના વિવા
પોરબંદર  તાલુકાના  માધવપુર  ઘેડમાં સહેલાણીઓના  સાગર  છલકાયો.


પોરબંદર  તાલુકાના  માધવપુર  ઘેડમાં સહેલાણીઓના  સાગર  છલકાયો.


પોરબંદર  તાલુકાના  માધવપુર  ઘેડમાં સહેલાણીઓના  સાગર  છલકાયો.


પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : ભાઈબીજના પ્રવિત્ર તહેવારે સ્નાન કરવાનું અનેરૂ

મહત્વ છે, ત્યારે પોરબંદર જિલ્લાના માધવપુરના દરિયા કિનારે જાણે મેળો ભરાયો હોય

તેટલી જનમેદની ઉમટી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાણી

રૂક્ષ્મણીના વિવાહ સ્થળે એવા માધવનગરી આજે ભાઈબીજના દિવસે મીની-મથુરા બન્યુ

છે. પવિત્ર ભાઈ બીજના દિવસે યમુનાજી માધવપુરાના દરિયામાં બિરજતા હોવાની

માન્યતાને આજે પણ લોકોએ જીવંત રાખી પરંપરા જાળવી રાખી હજારો ભાવિકોએ માધવપુરના

દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

દીપોત્સવી અને નૂતનવર્ષની ઉજવણી બાદ ભાઈબીજ ની

પણ ઉજણવણી કરવામા આવી હતી. પોરબંદરના માધવપુરમાં ભગવાન માધવરાયજી બીરાજે છે. ભાઈબીજના

દિવસે માધવપુર મથુર બની ગયુ હતુ. માધવરાયજીના દર્શન કરવામા માટે મોટી સંખ્યામા

શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા સાથે સમુદ્ર મા સ્નાન કરી અને પુણ્યનુ ભાથ્થુ બાંધ્યું

હતું. માધવપુરમાં ભાઈબીજના દીવસે સમુદ્ર મા સ્નાન કરવાનુ ખાસ મહત્વ છે આજે

ભાઈબીજના દીવસે માધવપુર ના દરીયામા યમુના મહારાણી બીરાજતા હોવાની એક ધાર્મિક

માન્યતા રહેલી છે.

આથી આ દીવસે સમુદ્ર મા સ્નાન કરવા થી પુણ્ય પ્રાપ્ત થતુ હોવાથી

હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ સમુદ્રમાં સ્નાન કરવામા માટે ઉમટી પડયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande