સોમનાથ મંદિરના 80મા સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી
સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે કર્યો હતો સંકલ્પ. સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ સોમનાથ પહોંચ્યા હતા, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો
સોમનાથ મંદિરના ૮૦મા સંકલ્પ


- સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે કર્યો હતો સંકલ્પ.

સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ સોમનાથ પહોંચ્યા હતા, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઊઠ્યું હતું, અને તેઓએ મંદિરના પુનઃનિર્માણ માટે સમુદ્રજળ હાથમાં લઈને જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો. સ્વાભિમાનના આ પર્વે આજરોજ તેમના સંકલ્પને ૭૯ વર્ષ પૂર્ણ થયા છે.

સોમનાથ મંદિરના ૮૦મા સંકલ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્યો અર્પણ કરવામાં આવ્યા હતા, જેનાથી પૂજારીઓ દ્વારા મહાદેવની શાસ્ત્રોક્ત મહાપૂજા કરવામાં આવી હતી.

આ પાવન પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande