પાણી વગર પોરબંદરનું પક્ષી અભયારણ્ય બન્યું રણ !
પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેર તથા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેતાં જળસંકટની સ્થિતિ ઊભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોનાં નાનાં-મોટાં તળાવો ખાલીખમ બન્યાં છે, ખેડૂતોના કૂવાના જળસ્તર નીચે ઉતર્યા છે, તો બીજી તરફ
પાણી  વગર પોરબંદરનું  પક્ષી અભયારણ્ય બન્યું રણ !


પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેર તથા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેતાં જળસંકટની

સ્થિતિ ઊભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોનાં

નાનાં-મોટાં તળાવો ખાલીખમ બન્યાં છે, ખેડૂતોના કૂવાના જળસ્તર નીચે ઉતર્યા છે, તો બીજી તરફ શહેરને પાણી પૂરું પાડતા

ખંભાળા અને ફોદાળા ડેમમાં પણ અંદાજે 20 ટકા જેટલો જળજથ્થો બાકી રહ્યો છે. આ જળસંકટની

ગંભીર અસર હવે પોરબંદરના અનોખા પક્ષી અભ્યારણ પર પણ જોવા મળી રહી છે.પ્રકૃતિ સોસાયટીના ડૉ. સિદ્ધાર્થ

ગોકાણીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પક્ષી

અભ્યારણ શહેરથી દૂર હોય છે, પરંતુ પોરબંદરનું પક્ષીઅભ્યારણ શહેરની મધ્યમાં આવેલું દેશનું

અનોખું અને સૌથી નાનું અભ્યારણ છે. એક સમયે

અહીં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળતા

હોવાથી આ સ્થળને પક્ષી અભ્યારણ તરીકે જાહેર

કરવામાં આવ્યું હતું.અગાઉ પાણીનું સ્તર 6થી 8 ફૂટ સુધી રહેતાં ફ્લેમિંગોનું આગમન ઘટ્યું હતું. ત્યારબાદ વનવિભાગે પાણીનું સ્તર 1થી દોઢ ફૂટ જળવાઈ રહે તેવાં પ્રયાસો કર્યા હતા. પરંતુ આ

વર્ષે વરસાદની અછતના કારણે અભ્યારણમાં પાણી

સંપૂર્ણપણે ખૂટી ગયું છે અને સ્થળ હાલ સૂકું રણ

બની ગયું છે.આ સ્થિતિમાં જળચર જીવો અને પક્ષીઓના અસ્તિત્વ સામે પણ પ્રશ્ન ઊભો થયો છે.

ત્યારે વનવિભાગ દ્વારા અભ્યારણનાં પસંદગીનાં

સ્થળોએ ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવે તેવી ડૉ. સિદ્ધાર્થ

ગોકાણીએ માંગ કરી છે. શહેરની વચ્ચે આવેલા આ

કુદરતી વારસાને બચાવવા તંત્ર સમયસર પગલાં ભરે

તે જરૂરી બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande