ધારાસભ્ય કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને માંડવી ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત 'યુવા સંમેલન' યોજાયું
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને ''યુવા સંમેલન'' યોજાયું હતું. ભગવાન બિરસા મુંડાની પારંપરિક પૂજા અર્ચના સાથે શરૂ
ધારાસભ્ય કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને માંડવી ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત 'યુવા સંમેલન' યોજાયું


સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લાના

માંડવી તાલુકાના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની સાપ્તાહિક ઉજવણીના

ભાગરૂપે ધારાસભ્ય કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને 'યુવા

સંમેલન' યોજાયું હતું. ભગવાન બિરસા મુંડાની પારંપરિક

પૂજા અર્ચના સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાઓને સમાજ અને દેશના

કલ્યાણ માટે જાગૃત કરવાનો હતો.

આ પ્રસંગે ધારાસભ્યએ દેશની

આઝાદીમાં મહત્વનો ફાળો આપનાર યુવા ક્રાંતિકારી આદિજાતિ ભગવાન બિરસા મુંડાના બલિદાન

વિશે યુવા વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. માત્ર ૨૫ વર્ષની વયે માતૃભૂમિના રક્ષણ

માટે ભગવાન બિરસા મુંડા અને તેમના જેવા અનેક આદિજાતિ શુરવીરોએ શહીદી વ્હોરી

હોવાનું જણાવ્યું હતું. તેમણે શ્રી ગોવિંદ ગુરુ, રૂપસિંહ

નાયક અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનાયકોના યોગદાનને યાદ કરી યુવાઓને તેમનામાંથી

પ્રેરણા લઈ શિક્ષણ મેળવવા, ધ્યેય અને સંઘર્ષ સાથે આગળ વધવા પ્રોત્સાહન

આપ્યું હતું.

ધારાસભ્યએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી

નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીની શરૂઆત કરીને ભગવાન બિરસા

મુંડાના યોગદાનને સાચી શ્રધાંજલિ આપી છે. સાથે જ સરકાર દ્વારા આદિજાતિ સમાજના

ઉત્થાન માટે શરૂ કરાયેલી વન બંધુ કલ્યાણ સહિતની અનેક યોજનાઓ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ધો.12 પછીના અભ્યાસ માટે

તેમજ ડૉક્ટર, ઇજનેર કે પાયલોટ બનવા માટે સરકાર દ્વારા લાખો

રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેનો

લાભ લઈને અનેક યુવાનો આજે વિવિધ ક્ષેત્રોમાં ઝળહળતી કારકિર્દી બનાવી શક્યા છે.

વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીના વિકસિત

ભારતના વિઝનમાં છેક છેવાડાના આદિજાતિ વર્ગના સર્વાંગી વિકાસને અપાયેલા પ્રાધાન્ય

વિશે જણાવી યુવાઓને શિક્ષિત, કૌશલ્યવાન બની સમાજ અને દેશના વિકાસમાં મહત્વનો

ફાળો આપવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે છોટા ઉદેપુર

જિ.પં.પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ યુવાઓને સંબોધતા તેઓને વિશ્વ આદિવાસી દિવસ(9 ઓગસ્ટ) અને જનજાતિ ગૌરવ દિવસ(15 નવેમ્બર) વચ્ચેનો તફાવત સમજાવી તા.15 નવેમ્બરને

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે 'જનજાતિય

ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનું જાહેર કરાયું હોવાનું જણાવ્યું

હતું. તેમણે કહ્યું આ દિવસનો મુખ્ય હેતુ આઝાદીની લડતમાં આદિવાસી સમાજના

ક્રાંતિકારીઓ અને શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

તેમણે ખૂબ જ નાની વયે અંગ્રેજ શાસન સામે

ભીષણ લડત આપીને 'અબુઆ દિશુંમ, અબુઆ

રાજ'નો નારો આપી સમગ્ર સમાજમાં આત્મવિશ્વાસ

જગાવનારા ભગવાન બિરસા મુંડના જીવન સંઘર્ષ વિશે યુવાઓને અવગત કર્યા હતા. સાથે જ

ગુજરાતમાં ક્રાંતિકારી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢ ખાતે 1507 જેટલા વીર

આદિવાસીઓએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું એમ જણાવી પંચમહાલના જાંબુઘોડા

ખાતે રૂપસિંહ નાયક, જોડિયા પરમેશ્વર તેમજ બનાસકાંઠાના મોતીસિંહ

તેજાવત જેવા અનેક શૂરવીરોએ આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું હોવાનું જણાવ્યું હતું.

યુવાઓને પ્રેરણા આપતા તેમણે કહ્યું કે, યુવાનો

જ દેશનું ભવિષ્ય અને વર્તમાન બંને છે. સ્વામી વિવેકાનંદ અને ડૉ. બાબાસાહેબ

આંબેડકરના વિચારોને અનુસરીને દરેક યુવાનને શિક્ષિત, સંગઠિત

અને સંઘર્ષશીલ બનવા પ્રોત્સાહન આપ્યું હતું. અધિકારની સાથે ફરજો પ્રત્યે જાગૃત

બનવા, વ્યસન મુક્ત જીવન જીવવા, સોશિયલ

મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, વ્યક્તિગત વિકાસ સાથે સમાજના વિકાસને પ્રાધાન્ય

આપવા, પર્યાવરણ–પ્રકૃતિનું રક્ષણ કરવા, વિકસિત

ભારતના યુવા નિર્માતા બનવા સહિતની આઠ ફરજો પ્રત્યે સજાગ કર્યા હતા.

આ પ્રસંગે તાજેતરમાં વિવિધ ક્ષેત્રે

સિદ્ધિ મેળવેલા યુવા પ્રતિભાઓએ પોતાના પ્રતિભાવ આપી અન્ય યુવાઓને સરકારની વિવિધ

યોજનાઓનો લાભ મેળવી શિક્ષિત બનવા સમાજ અને દેશમાં મહત્વનું યોગદાન આપવા પ્રોત્સાહન

આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande