જામનગરમાં બે અલગ-અલગ દુર્ઘટના: યુવાન અને મહિલાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યુ
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં આપઘાતની બે અલગ-અલગ કરુણ ઘટનાઓ સામે આવી છે, જેમાં એક ૩૫ વર્ષીય યુવાન અને ૩૮ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેતી લીધી છે. આ હૃદયદ્રાવક બનાવોના પગલે સંબંધિત પરિવારોમાં ભારે શોકનું મોજુ ફર
આપઘાત મોત


જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં આપઘાતની બે અલગ-અલગ કરુણ ઘટનાઓ સામે આવી છે, જેમાં એક ૩૫ વર્ષીય યુવાન અને ૩૮ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેતી લીધી છે. આ હૃદયદ્રાવક બનાવોના પગલે સંબંધિત પરિવારોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે, જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રથમ બનાવ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા રબાની પાર્ક વિસ્તારનો છે, જ્યાં ૩૫ વર્ષીય મોહમદસોયબ ઇસાભાઈ મંઢા નામના યુવાને પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના ભાઈ સોહિલ મંઢા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સિટી-એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને યુવાને આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તેની ચોક્કસ માહિતી મેળવવા માટે પરિવારજનોના નિવેદનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ઘટના જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના વાધા ગામની છે, જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી ૩૮ વર્ષીય શાંતુબેન ભવાનભાઈ મૈયડે પોતાની વાડીમાં જ જીવન ટૂંકાવ્યું હતું. લાંબા સમયથી ચાલતી દવાઓ છતાં તબિયતમાં કોઈ સુધારો ન જણાતા અને તેઓ સુનમુન રહેતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તેમણે વાડીમાં લીમડાના ઝાડ વચ્ચે બળદ બાંધવાના દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક જોડીયા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકના ભાઈ રમેશભાઈ ભવાનભાઈ મૈયડે જોડીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી છે. બંને ઘટનાઓમાં પોલીસે મૃતદેહોનું પીએમ કરાવીને પ્રાથમિક તપાસ આદરી છે, જ્યારે અચાનક બનેલી આ ઘટનાઓથી બંને ગામો અને પરિવારોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande