ગીર સોમનાથ જિલ્લામાં ટૂ-વ્હીલ વાહનોની નવી સીરિઝના ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજી : ૨૩મી સુધી બિડીંગ કરી શકાશે
ગીર સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં દ્વિચક્રિય વાહનોની નવી સીરિઝ GJ 32 APના ગોલ્ડન અને સિલ્વર નંબરની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૯/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૨૧/૧૧/૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સ
ગીર સોમનાથ જિલ્લામાં ટૂ-વ્હીલ વાહનોની નવી સીરિઝના ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજી : ૨૩મી સુધી બિડીંગ કરી શકાશે


ગીર સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં દ્વિચક્રિય વાહનોની નવી સીરિઝ GJ 32 APના ગોલ્ડન અને સિલ્વર નંબરની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૯/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૨૧/૧૧/૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે.

બિડિંગ સમયગાળો તા.૨૧/૧૧/૨૦૨૬ સાંજે ૦૪ કલાકથી તા.૨૩/૧૧/૨૦૨૬ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવા અને હરાજી, ચૂકવણું કરવું, વાહન નંબર મેળવવા સહિતની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.

વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવા. અરજદાર જો નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે.

આર.બી.આઈ. દ્વારા નક્કી કરવામાં આવેલા દરે ઓનલાઈન ઈ-ઓકશનમાં, અરજદારે ચાર્જ ચૂકવવાનો રહેશે. હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ (પાંચ) માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ. કે ઈ-મેઈલથી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના રહેશે એટલે કે નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી રકમનું ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના એમ.આઈ.એસ.થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી તે અંગેની જાણ બેંકને કરવી.

ઈ-ઓકશનમાં ભાગ લેવા માટેનો વીડિયો યૂ ટ્યુબમાં ઈ-ઓકશન, આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી મેળવી શકાશે. ઓનલાઈન ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ આખરી સત્તા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ગીર સોમનાથની રહેશે અને વાહન ખરીદીના ૬૦ દિવસની અંદર જ આ હરાજીમાં ભાગ લઈ શકાશે એમ ગીર સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande