
પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ખેડૂતોને હવામાનના અચાનક પલટા અને કમોસમી વરસાદથી પાકને થતા નુકસાન સામે સાવચેત કરવા TATA CSPC દ્વારા દિવાળીની ભેટ આપવામાં આવી છે. વરુણ પ્રોજેક્ટ અંતર્ગત બખરલા ગામે આધુનિક IoT આધારિત ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું
છે.
આ સિસ્ટમના કારણે બખરલા સહિત પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા આસપાસના ગામોના ખેડૂતોને સ્થાનિક હવામાનની માહિતી અને ખેતીલક્ષી માર્ગદર્શન
વિનામૂલ્યે મળી શકશે. આ વેધર સ્ટેશન દ્વારા આગામી સાત દિવસ દરમિયાન વરસાદની શક્યતા, પવનની ગતિઅને તાપમાન અંગેની આગાહી ખેડૂતોને SMS અને WhatsApp મારફતે સીધી મોબાઈલમાં મોકલવામાં આવશે. હવામાનમાં થતા ફેરફારોની અગાઉથી જાણકારી મળવાથી ખેડૂતો પાકની કાપણી, ખેતીનાં સાધનો અનેઊભા પાકને સુરક્ષિત રાખવા જરૂરી આયોજન કરી શકશે. આ ઉપરાંત હવામાં ભેજના પ્રમાણના આધારે પાકમાં ફૂગ અને જીવાતના ઉપદ્રવની શક્યતાઓ અંગે પણ આગોતરી માહિતી અને માર્ગદર્શન મળી શકશે. જમીનમાં ભેજ તથા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને
સિંચાઈઅને ખાતરના ઉપયોગ અંગે યોગ્ય નિર્ણયલેવામાં મદદ મળશે, જેથી પાણી, ખાતર અનેદવાના બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થઈ શકશે. ઉનાળામાં હીટવેવ અને શિયાળામાં અતિશય ઠંડીની આગાહી પણ ખેડૂતો માટે ઉપયોગી બનશે. હવામાનની અગાઉથી જાણકારીના આધારે પાકને સંભવિત નુકસાનથી બચાવવા સાવચેતીનાં પગલાં લઈ શકાશે.
TATA CSPCના આ પ્રોજેક્ટથી બખરલા અને આસપાસના વિસ્તારના ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાની તક મળશે. સમયસર હવામાનની સચોટ માહિતી મેળવી ખેતીનો ખર્ચ ઘટાડવા અને પાકની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખેડૂતોને આ
સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya