મહુવા-સોમનાથ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણને ઈજા
ભાવનગર,14 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા-સોમનાથ હાઇવે પર હનુમંત હોસ્પિટલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપ
અકસ્માત


ભાવનગર,14 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા-સોમનાથ હાઇવે પર હનુમંત હોસ્પિટલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં લોકો એકત્ર થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મહુવા-સોમનાથ હાઇવે પર હનુમંત હોસ્પિટલ નજીકથી બાઈક પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન કાર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર ફંગોળાયા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી. અચાનક સર્જાયેલી આ ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માનની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મહુવા-સોમનાથ હાઇવે પર અકસ્માતની આ ઘટનાને પગલે વાહનચાલકોમાં ચકચાર મચી હતી. જોકે, અકસ્માત કયા કારણોસર સર્જાયો અને વાહનોની ટક્કર કેવી રીતે થઈ તે અંગેની વધુ વિગતો સામે આવવાની બાકી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande