પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું, 50 હજારથી વધુ લોકોની હાજરીમાં સમૂહ લગ્ન યોજવાનો સંકલ્પ
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શહેરની બ્રહ્મ સમાજની વાડી ખાતે સ્નેહમિલન અને સામાજિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના સંગઠનને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી કાર્યક્રમમાં નવા હોદ્દેદારોની જાહે
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું, 50 હજારથી વધુ લોકોની હાજરીમાં સમૂહ લગ્ન યોજવાનો સંકલ્પ


પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું, 50 હજારથી વધુ લોકોની હાજરીમાં સમૂહ લગ્ન યોજવાનો સંકલ્પ


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શહેરની બ્રહ્મ સમાજની વાડી ખાતે સ્નેહમિલન અને સામાજિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના સંગઠનને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી કાર્યક્રમમાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ તરીકે ભરતસિંહ ઠાકોર અને પાટણ શહેર પ્રમુખ તરીકે પ્રકાશસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં પાટણ ખાતે 50 હજારથી વધુ સમાજજનોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા સમાજમાં એકતા, સંગઠન અને સામાજિક સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સમાજની પરંપરા, સંસ્કૃતિ અને રીતરિવાજોનું જતન નવી પેઢી સુધી પહોંચે તે હેતુથી બોડાલ ગામના વડીલોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડીલોએ સમાજજનોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વિવિધ સરકારી નોકરીઓમાં પસંદગી પામેલા તેજસ્વી યુવાનોનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રિંશુ માઈનિંગ કોર્પોરેશનના પ્રકાશભાઈ ઠાકોરે ભોજનદાતા તરીકે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે સમાજજનોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને આવનારું નવું વર્ષ સમગ્ર સમાજ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું બને તેવી દ્વારકાધીશ તથા સંત સદારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande