પાટણમાં આંજણા સમાજના પ્રતિભાશાળી રત્નોનું સન્માન, IAS-IPS બનનારને રૂ. 2.51 લાખનું પ્રોત્સાહન
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણના આદર્શ વિદ્યાલય ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા ‘સમાજ રત્નોનું સન્માન’ અને ‘સ્નેહમિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓનું મ
પાટણમાં આંજણા સમાજના પ્રતિભાશાળી રત્નોનું સન્માન, IAS-IPS બનનારને રૂ. 2.51 લાખનું પ્રોત્સાહન


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણના આદર્શ વિદ્યાલય ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા ‘સમાજ રત્નોનું સન્માન’ અને ‘સ્નેહમિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓનું મોમેન્ટો અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં IAS વિપુલભાઈ કે. ચૌધરી, અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગરના પ્રમુખ હરિભાઈ ચૌધરી અને વિશ્વ આંજણાધામના પ્રમુખ મણીભાઈ કે. ચૌધરી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમણે સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે શિક્ષણનું મહત્વ સમજાવી પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

કાર્યક્રમમાં આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય ડો. એલ. કે. ચૌધરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ચોવીસીગોળ ચૌધરી આંજણા સમાજમાંથી આગામી સમયમાં IAS અથવા IPS અધિકારી બનનાર યુવાન કે યુવતીને રૂ. 2.51 લાખની પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે. આ જાહેરાતને સમાજના શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહક પહેલ તરીકે આવકારવામાં આવી હતી.

અંતમાં સમારોહના અધ્યક્ષ અને અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ રામસિંહભાઈ ડી. ચૌધરીએ મંડળની પ્રવૃત્તિઓની માહિતી આપી ઉપસ્થિત સમાજજનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, પ્રતિભાશાળીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande