પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: આદિજાતિ લાભાર્થીઓને સહાયના ચેક અપાયા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરે પાટણના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના જનમોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકા પ
પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: આદિજાતિ લાભાર્થીઓને સહાયના ચેક અપાયા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન


પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: આદિજાતિ લાભાર્થીઓને સહાયના ચેક અપાયા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરે પાટણના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના જનમોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું.

કાર્યક્રમમાં આદિજાતિ સમાજના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ સહાય અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની તનિષાએ પોતાના પ્રતિભાવો રજૂ કરી શિક્ષણ અને પ્રગતિનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે બાળકોએ આદિજાતિ સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતાં પરંપરાગત નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરી હતી. આદિજાતિ સમાજના વિકાસ અંગેની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ, શૌર્ય અને બલિદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાતા આદિજાતિ સમાજના ઇતિહાસ અને યોગદાનને નવી ઓળખ મળી છે. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં આદિજાતિ સમાજને સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરસારા, પ્રદેશ મંત્રી સંજય દેસાઈ, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, આદિજાતિ ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલ રાણા, હરજીભાઈ ભીલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને આદિજાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande