અંબાજીમાં ભક્તો માટે નિઃશુલ્ક ચા પ્રસાદની અનોખી સેવા
અંબાજી, 14 નવેમ્બર (હિ.સ.) : શક્તિપીઠ અંબાજી મંદિરમાં લાભપાંચમના પવિત્ર દિવસે સેવાભાવનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં કોઈ ચાની કીટલી નહીં, પરંતુ માતાજીના દર્શનાર્થે આવતા ભક્તો માટે નિઃશુલ્ક ચા પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્ય
ambaji-mandir-ma-mafat-cha


ambaji-mandir-ma-mafat-cha


ambaji-mandir-ma-mafat-cha


ambaji-mandir-ma-mafat-cha


અંબાજી, 14 નવેમ્બર (હિ.સ.) : શક્તિપીઠ અંબાજી મંદિરમાં લાભપાંચમના પવિત્ર દિવસે સેવાભાવનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં કોઈ ચાની કીટલી નહીં, પરંતુ માતાજીના દર્શનાર્થે આવતા ભક્તો માટે નિઃશુલ્ક ચા પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.

ઉનાવાના એક પગપાળા સંઘ દ્વારા વહેલી સવારથી જ આ સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ચા પ્રસાદનો લાભ લીધો હતો. હાલમાં વાતાવરણમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દૂરદૂરથી પગપાળા ચાલીને અંબાજી આવતા યાત્રિકો તેમજ મંદિરની લાંબી લાઈનમાં ઊભેલા ભક્તોને ગરમાગરમ ચા પીવાથી નવી તાજગી મળે તેવા હેતુથી આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે ચા અને કોફી સ્ફૂર્તિદાયક પીણાં છે, જે લાંબી મુસાફરી કરીને આવતા યાત્રિકોનો થાક દૂર કરવામાં મદદરૂપ બને છે.

ઉલ્લેખનીય છે કે ઉનાવાના આ પગપાળા સંઘને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતાં સંઘના સભ્યોમાં ભારે ખુશી જોવા મળી હતી. આ પ્રસંગને સેવાકાર્ય સાથે ઉજવવાનો નિર્ણય કરી લાભપાંચમના દિવસે ભક્તો માટે નિઃશુલ્ક ચા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ દર પૂનમે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ચા સેવા પૂરી પાડવામાં આવશે.આમ, ઉનાવાના પગપાળા સંઘ દ્વારા શરૂ કરાયેલી આ નિઃશુલ્ક ચા પ્રસાદની સેવા અંબાજી આવતા ભક્તો માટે રાહત અને તાજગીનું માધ્યમ બની હતી. માતાજીની ભક્તિ સાથે માનવસેવાનો સંદેશ આપતી આ પહેલની શ્રદ્ધાળુઓએ પણ સરાહના કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande