ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું: ચાર કર્મચારીઓની હકાલપટ્ટી
ભાવનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં થયેલી 80 કર્મચારીઓની ભરતીનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા ચાર કર્મચારીઓને ફરજ પરથી મ
ફાઇલ ફોટો


ભાવનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં થયેલી 80 કર્મચારીઓની ભરતીનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા ચાર કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પગલે બેંકમાં ફરી રાજકીય અને સહકારી ક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઈ છે.

મળતી વિગતો મુજબ, ભરતી વિવાદના સંદર્ભમાં ધાર્મિક મોરી, દર્શન અગોલા, મિતલ ધાંધલિયા અને પાર્થ મેરને બેંકની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ પૈકી મિતલ ધાંધલિયા તત્કાલીન વાઈસ ચેરમેન કાંતિલાલ ધાંધલિયાના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બેંકની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની આશંકા વ્યક્ત થયા બાદ ભીખાભાઈ ઝાઝડિયાએ સમગ્ર મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલે અગાઉ પણ મોટી કાર્યવાહી થઈ ચૂકી છે. જેમાં બેંકના તત્કાલીન ચેરમેન, વાઈસ ચેરમેન, સીઈઓ અને જનરલ મેનેજરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા.

હવે ચાર કર્મચારીઓ સામે લેવાયેલા પગલાંથી વર્ષો જૂનો ભરતી વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande