ઝીણી પોળમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, વડીલોને ‘વડીલ વંદના’ કરાઈ
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : ઝીણી પોળ પરિવારમાં બહુચર ગ્રુપ દ્વારા ઝીણી પોળ ચોક ખાતે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ 60 વર્ષથી વધુ વયના વડીલોનું ‘વડીલ
ઝીણી પોળમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, વડીલોને ‘વડીલ વંદના’ કરાઈ


ઝીણી પોળમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, વડીલોને ‘વડીલ વંદના’ કરાઈ


ઝીણી પોળમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, વડીલોને ‘વડીલ વંદના’ કરાઈ


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : ઝીણી પોળ પરિવારમાં બહુચર ગ્રુપ દ્વારા ઝીણી પોળ ચોક ખાતે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ 60 વર્ષથી વધુ વયના વડીલોનું ‘વડીલ વંદના’ કાર્યક્રમ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો સહિત ઝીણી પોળના મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઝીણી પોળમાં ટૂંક સમયમાં લાયબ્રેરી શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ લાયબ્રેરીમાં શિક્ષણને લગતાં પુસ્તકો ઉપરાંત સનાતન ધર્મ, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરતું સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલથી સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓને અભ્યાસ તથા જ્ઞાન મેળવવા માટે સુવિધા મળશે.

આ ઉપરાંત ઝીણી પોળના શિક્ષકો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ શૈક્ષણિક અને સામાજિક પહેલને સાકાર કરવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓએ આર્થિક સહયોગ આપવાની ખાતરી આપી હતી. બહુચર ગ્રુપની આ પહેલને ઝીણી પોળના રહીશોએ આવકારી હતી અને સમાજમાં શિક્ષણ, સંસ્કાર તથા વડીલો પ્રત્યે આદરની ભાવના વધારતી આ પ્રવૃત્તિને બિરદાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande