રાજકોટના આજીડેમ ખાતે કાલે છઠ્ઠ પૂજા : મહાનગર પાલિકા દ્વારા ફાયર વિભાગની સઘન સુરક્ષા વ્યવસ્થા
7,000 શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને પગલે મનપાના બે ફાયર સ્ટેશનના 22 કર્મચારીઓની સંયુક્ત ટીમ રેસ્ક્યૂ વ્હીકલ અને એમ્બ્યુલન્સ સાથે ખડેપગે રહેશે રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરના આજીડેમ ખાતે આગામી રવિવારે યોજાનારા મુખ્ય છઠ્ઠ પૂજા મહોત્સવમાં અ
રાજકોટનો આજીડેમ


- 7,000 શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને પગલે મનપાના બે ફાયર સ્ટેશનના 22 કર્મચારીઓની સંયુક્ત ટીમ રેસ્ક્યૂ વ્હીકલ અને એમ્બ્યુલન્સ સાથે ખડેપગે રહેશે

રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરના આજીડેમ ખાતે આગામી રવિવારે યોજાનારા મુખ્ય છઠ્ઠ પૂજા મહોત્સવમાં અંદાજે 7,000 શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે. જળાશય કિનારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત બે ફાયર સ્ટેશનના 22 જવાનોની સંયુક્ત ટીમ બચાવ સાધનો સાથે પૂરા સમય માટે તૈનાત રહેશે.

રાજકોટ શહેરમાં દર વર્ષે છઠ્ઠ પૂજામાં ઉમટતા શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પૂર્વતૈયારીના ભાગરૂપે સઘન સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારે આજીડેમ ખાતે યોજાનારા મુખ્ય છઠ્ઠ પૂજા મહોત્સવમાં અંદાજે 7,000 જેટલા શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે, ત્યારે જળાશયના કિનારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગની ટીમ પૂરા સમય માટે ખડેપગે રહીને નિરીક્ષણ કરશે.

રાજકોટમાં છઠ્ઠ પૂજાનું મુખ્ય આયોજન આજીડેમ ખાતે જ્યાં રવિવારી બજાર ભરાય છે તેની પાછળના કિનારે કરવામાં આવે છે. આ સ્થળે પૂજન દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા જાળવવા માટે મનપાના બે અલગ-અલગ ફાયર સ્ટેશનના સ્ટાફની એક સંયુક્ત ટીમ તૈયાર કરવામાં આવી છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રચાયેલી આ ટીમમાં 2 અધિકારીઓ સહિત કુલ 22 કર્મચારીઓ ફરજ બજાવશે.

આપત્તિ વ્યવસ્થાપન અને તાત્કાલિક બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત આજીડેમના પૂજન સ્થળ પર રેસ્ક્યૂ વ્હીકલ, એમ્બ્યુલન્સ તેમજ પાણીમાં બચાવ કામગીરી માટેના અત્યાધુનિક રેસ્ક્યૂ ઇક્વિપમેન્ટ્સ તૈનાત રાખવામાં આવશે. જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય.

તંત્ર દ્વારા કરવામાં આવેલા આ સુચારુ આયોજન અને અગમચેતીના પગલાંને કારણે છઠ્ઠ પૂજામાં આવનાર હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત બનશે. સમગ્ર મહોત્સવ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરીને શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પૂજન કરી શકે તેવી વ્યવસ્થા જાળવશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande