જનજાતીય ગૌરવ સપ્તાહ-2026ની ઉજવણી અંતર્ગત દેડિયાપાડામાં સ્વચ્છતા અભિયાન
યાહા મોગી ચોક ખાતે સ્વચ્છતા અભિયાન બાદ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ રાજપીપળા,14 નવેમ્બર (હિ.સ) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણીના ભા
Cleanliness campaign in Dediapada as part of the celebration of Tribal Pride Week-2026


Cleanliness campaign in Dediapada as part of the celebration of Tribal Pride Week-2026


- યાહા મોગી ચોક ખાતે સ્વચ્છતા અભિયાન બાદ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ

રાજપીપળા,14 નવેમ્બર (હિ.સ) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં 11 થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે દેડિયાપાડાના યાહા મોગી ચોક ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. અભિયાન બાદ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ એકત્રિત થઈ પ્રતિમાની આસપાસના વિસ્તારની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ભગવાન બિરસા મુંડાજીના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવા સાથે સ્વચ્છ અને સુંદર પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સ્વચ્છતા અભિયાનમાં દેડિયાપાડાના મામલતદાર ચિરાગ કામોલ, તાલુકા વિકાસ અધિકારી યોગેશકુમાર તડવી તથા ચીકદા તાલુકા વિકાસ અધિકારી યોગેશ રજવાડી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિત સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીને જનભાગીદારીથી સાર્થક બનાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande