
રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાં યુવાન સાથે પ્રસૃતિ સહાયના નામે ૭ર હજારનું સાયબર ફ્રોડ થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ રાકેશ રમેશભાઇ બારૈયા (ઉ.વ.રપ) ધંધો પ્રાઇવેટ નોકરી રહે. હાલ વડ વાજડી ગામ, નિરવ પાર્ક-ર, હરેશભાઇ કાપુરીયાના મકાનમાં ભાડેથી તા. લોધીકાએ મો. નં. ૭ર૯૪૮ રપ૦૧૬ ઉપરથી વાત કરનાર ઇસમ સામે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને આરોપીએ મો. નં. પરથી ફોન કરી પોતે ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી બોલતો હોવાનું જણાવી પ્રસૃતિ સહાયના નાણા બાબતે વોટસએપ પર ફોર્મ મોકલી વેરિફિકેશન કરવાનું કહી અને વોટસએપ નંબર પરથી ફોન કરી ગુગલ પેના કયુ. આર. કોડ દ્વારા સ્કેન કરાવી ફરીયાદીના કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ ઇન્ડિયા તથા ફરીયાદીના મિત્ર વિપુલભાઇ ધાખડાના ખાતામાંથી પેમેન્ટ ફેઇલ થવાનું બહાનુ બતાવી ફરીયાદી પાસેથી કુલ ૧૩ જેટલા સફળ ટ્રાન્જેકશન કરાવી કુલ ૭ર,૮૭૬ નું સાયબર ફ્રોડ કર્યુ હતું. આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt