સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને રિયલ ડાયમંડના મુગટ સાથે દિવ્ય શણગાર
બોટાદ, 14 નવેમ્બર (હિ.સ.) : સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે લાભ પાંચમના પવિત્ર અવસરે હનુમાનજી મહારાજને ભવ્ય અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના મા
હનુમાનજી દાદા દિવ્ય દર્શન


બોટાદ, 14 નવેમ્બર (હિ.સ.) : સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે લાભ પાંચમના પવિત્ર અવસરે હનુમાનજી મહારાજને ભવ્ય અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શનિવાર, તા.14 નવેમ્બર 2026ના રોજ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હનુમાનજી મહારાજને ઊનના પતંગિયા અને સૂર્યમુખીની ભાતવાળા આકર્ષક વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ રિયલ ડાયમંડના સુંદર મુગટથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

વહેલી સવારે 5:30 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે વડતાલ ગાદીના પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજ રાકેશપ્રસાદના હસ્તે દિવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી હતી.

કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ અને પવિત્ર કાર્તિક માસના પ્રથમ શનિવારના શુભ સંયોગે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. બાળકોથી લઈને વડીલો સુધીના શ્રદ્ધાળુઓએ હનુમાનજી મહારાજનાં દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande