વાગડોદની નકળંગ લાઇબ્રેરીની પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે લીધી મુલાકાત
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે શ્રી સમાલ રબારી યુવા ગ્રુપ દ્વારા સંચાલિત શ્રી નકળંગ લાઇબ્રેરીની સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન લાઇબ્રેરીમાં ચાલતી શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્ત
વાગડોદની નકળંગ લાઇબ્રેરીની પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે લીધી મુલાકાત


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે શ્રી સમાલ રબારી યુવા ગ્રુપ દ્વારા સંચાલિત શ્રી નકળંગ લાઇબ્રેરીની સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન લાઇબ્રેરીમાં ચાલતી શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિશે તેમણે માહિતી મેળવી હતી. યુવાનોને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવતા પ્રયાસોની તેમણે જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે શ્રી સમાલ રબારી યુવા ગ્રુપના યુવા મિત્રો દ્વારા ચંદનજી ઠાકોરનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. યુવાનો સાથે તેમણે આત્મીય મુલાકાત કરી હતી. આદર અને સન્માન બદલ ચંદનજી ઠાકોરે યુવા મિત્રો તથા લાઇબ્રેરીની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાન અને શિક્ષણ ખૂબ જ જરૂરી છે. યુવાનોમાં વાંચન પ્રત્યે રસ વધે અને શિક્ષણનો વ્યાપ વિસ્તરે તેવા ઉમદા હેતુથી શ્રી નકળંગ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવતું કાર્ય ખરેખર પ્રશંસનીય છે. તેમણે આ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવી યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande