
સોમનાથ,14 નવેમ્બર (હિ.સ.) અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણી તેમના ધર્મપત્ની નમ્રતા અદાણી સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દર્શને પધાર્યા હતા. જ્યાં તેઓએ દેવાધિદેવ મહાદેવના દિવ્ય દર્શન અને જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી.
પ્રણવ અદાણીએ સજોડે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ સાથે જ તેમણે સોમનાથ મહાદેવને ભક્તિભાવપૂર્વક અન્નકૂટ મનોરથ પણ અર્પણ કર્યો હતો.દર્શન અને પૂજન બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પ્રણવ અદાણીને સોમનાથ મહાદેવની સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું.
આ ઉપરાંત, પ્રણવ અદાણીએ મંદિર પરિસરમાં સ્થિત દક્ષિણ ધ્રુવ દર્શક 'બાણ સ્તંભ'ની પણ મુલાકાત લીધી હતી અને સનાતન સંસ્કૃતિના પ્રાચીન ભૌગોલિક જ્ઞાનની પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ