સાસણ ખાતે 15 નવેમ્બરના ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતીની ઉજવણી થશે
જુનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી
સાસણ ખાતે 15 નવેમ્બરના ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતીની ઉજવણી થશે


જુનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના વિકાસ, સમૃદ્ધિ અને ગૌરવપૂર્ણ ઇતિહાસને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાનાર છે.

આ જિલ્લા કક્ષાનો સમારોહ આગામી તા.૧૫ નવેમ્બર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઓડિટોરિયમ હોલ, સિંહ સદન, સાસણ ખાતે યોજાશે. જનજાતીય કલ્યાણ યોજના હેઠળ યોજાનાર આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ અવસરે સૌ નાગરિકોને ઉપસ્થિત રહેવા આદિજાતિ વિકાસ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande