રાજકોટ પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર: 48 કર્મચારીઓની બદલી
ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનોના ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ટ્રાફિક શાખા, મુખ્ય મથક તથા અન્ય સ્ટેશનોમાં બદલી કરાઈ. રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેર પોલીસ દળમાં વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હે
રાજકોટ પોલીસ


- ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનોના ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ટ્રાફિક શાખા, મુખ્ય મથક તથા અન્ય સ્ટેશનોમાં બદલી કરાઈ.

રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેર પોલીસ દળમાં વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એકસાથે ચાર અલગ-અલગ કચેરી હુકમો બહાર પાડીને કુલ ૪૮ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

આ આદેશોમાં ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર), હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

સૌથી મોટા ફેરફાર રૂપે કુલ ૩૧ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ડી.સી.બી. (ક્રાઈમ બ્રાન્ચ) માં ફરજ બજાવતા UASI અમીતકુમાર અગ્રાવત, વિજયરાજસિંહ જાડેજા અને ઘનશ્યામભાઈ મેણીયાની બદલી ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.આ ઉપરાંત ડી.સી.બી.ના UHC દિપકભાઈ ચૌહાણ, WUPC ત્રિપદાબેન ભટ્ટ અને UASI સંજયભાઈ દાફડાને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે.

શહેરના ભક્તિનગર, પ્રદ્યુમનનગર, બી-ડિવિઝન, એ-ડિવિઝન, માલવીયાનગર, આજીડેમ, રાજકોટ તાલુકા, મહિલા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય ૨૪ કર્મચારીઓને પણ ટ્રાફિક શાખામાં બદલી આપવામાં આવી છે. જ્યારે માલવીયાનગરના UHC આનંદભાઈ મકવાણાને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશન મુકાયા છે.

વહીવટી સરળતા અને માંગણી મુજબ ૫ UASI કક્ષાના અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં આર્થિક ગુન્હા નિવારણ સેલ (એટેચ ડી.સી.બી.) ના ક્રાઈમ રાઈટર હેડ ભુપેન્દ્રભાઈ સરપદડીયાને આજીડેમ પોલીસ સ્ટેશન (ક્રાઈમ રાઈટર હેડ) ખાતે અને આજીડેમના લાખાભાઈ કળોતરાને ડી.સી.બી. (ક્રાઈમ રાઈટર હેડ) ખાતે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બી-ડિવિઝન, એરપોર્ટ અને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રાઈટર હેડ ચુનીલાલ નિનામા, આશિષ રાણવા અને દિનેશ વાઘેલાની આંતરિક બદલી કરવામાં આવી છે. એ-ડિવિઝનના WAPC જાગૃતિબેન સોંદરવા, ભક્તિનગરના AASI ભરતકુમાર મારકણા, WALR વિલાસબેન રાજપરા અને માલવીયાનગરના APC નરેશકુમાર ચાવડાની પોલીસ મુખ્ય મથક ખાતે બદલી કરાઈ છે.

બીજી તરફ, થોરાળા અને કુવાડવારોડ પોલીસ સ્ટેશનમાં એટેચ તરીકે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના ૬ કર્મચારીઓને (દિવ્યરાજસિંહ જાડેજા, હસમુખભાઈ નિનામા, ઘેલુભાઈ શિયાર, લક્ષ્મણભાઈ મહાજન, કોકીલાબેન દાફડા અને જયપાલભાઈ બરાળીયા) તેમના મૂળ મહેકમ ટ્રાફિક શાખામાં પરત મોકલવામાં આવ્યા છે. તેવી જ રીતે એ-ડિવિઝન અને બી-ડિવિઝનમાં એટેચ રહેલા હેતલબેન કનારા અને પુજાબેન વાળાને મુખ્ય મથક ખાતે પરત કરાયા છે. ક્રાઈમ બ્રાન્ચ અને રાઈટર હેડના કર્મચારીઓને તાત્કાલિક અસરથી છુટ્ટા કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande