રાધનપુર તાલુકાના જાવંત્રીના ગુરુકૃપા આશ્રમમાં સંત ડાયાગીરી બાપુની પ્રથમ પુણ્યતિથિએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે આવેલા ગુરુકૃપા આશ્રમમાં સંત ડાયાગીરી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતવાણી, ધર્મસભા, સાધુ-સંતોનું સન્માન
રાધનપુર તાલુકાના જાવંત્રીના ગુરુકૃપા આશ્રમમાં સંત ડાયાગીરી બાપુની પ્રથમ પુણ્યતિથિએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે આવેલા ગુરુકૃપા આશ્રમમાં સંત ડાયાગીરી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતવાણી, ધર્મસભા, સાધુ-સંતોનું સન્માન અને ચરણ પાદુકા પધરામણી મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન સંત ભરતપુરી બાપુ ચંદુર અને આશ્રમના ગુરુ કિરીટગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંત ડાયાગીરી બાપુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધર્મસભામાં ઉપસ્થિત સાધુ-સંતોએ ભક્તોને આશીર્વચન પાઠવ્યાં હતાં અને સંતવાણી દ્વારા ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ભક્તોએ સંતોનાં દર્શન કરી ચરણ પાદુકા પધરામણી મહોત્સવમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ભજન, મહાપ્રસાદ અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જાવંત્રી ગામના સરપંચ ગણેશભાઈ, ગોવાભાઈ રબારી કોલાપુર, ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી સંત ડાયાગીરી બાપુને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande