સિદ્ધપુર તાલુકામાં રૂ. 2 કરોડના ખર્ચે લવારા-ગણેશપુરા રોડનું નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકામાં ગ્રામ્ય માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રૂ. 2 કરોડના ખર્ચે લવારા-ગણેશપુરા રોડના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 1 કિલોમીટર લાંબા માર્ગનું ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે
સિદ્ધપુર તાલુકામાં રૂ. 2 કરોડના ખર્ચે લવારા-ગણેશપુરા રોડનું નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો


સિદ્ધપુર તાલુકામાં રૂ. 2 કરોડના ખર્ચે લવારા-ગણેશપુરા રોડનું નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકામાં ગ્રામ્ય માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રૂ. 2 કરોડના ખર્ચે લવારા-ગણેશપુરા રોડના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 1 કિલોમીટર લાંબા માર્ગનું ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે માર્ગના કામની શરૂઆત કરાઈ હતી.

આ પ્રસંગે જણાવાયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેવાડાનાં ગામો સુધી પાયાની અને માળખાકીય સુવિધાઓ પહોંચાડવાના હેતુથી વિકાસનાં કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. માર્ગનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ લવારા, ગણેશપુરા સહિત આસપાસનાં ગામોના લોકોને અવરજવરમાં વધુ સુવિધા મળશે. ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ અને રોજિંદી મુસાફરી કરતા નાગરિકોને તેનો સીધો લાભ થશે.

રસ્તો તૈયાર થતાં આસપાસનાં ગામો વચ્ચે સંપર્ક વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસને પણ વેગ મળશે. ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ લવારા, ગણેશપુરા સહિત આસપાસનાં ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande