પાટણ : ચાણસ્મા તાલુકાના જાખાણામાં ‘સમાજની દીકરી સમાજમાં’ અભિયાન અંતર્ગત SPGનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના જાખાણા ગામની ઉમિયાવાડી ખાતે સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા ‘સમાજની દીકરી સમાજમાં’ વિષય પર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં સમા
જાખાણામાં ‘સમાજની દીકરી સમાજમાં’ અભિયાન અંતર્ગત SPGનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


જાખાણામાં ‘સમાજની દીકરી સમાજમાં’ અભિયાન અંતર્ગત SPGનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


જાખાણામાં ‘સમાજની દીકરી સમાજમાં’ અભિયાન અંતર્ગત SPGનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના જાખાણા ગામની ઉમિયાવાડી ખાતે સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા ‘સમાજની દીકરી સમાજમાં’ વિષય પર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજમાં દીકરીઓના ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓને પગલે માતા-પિતાને પડતી માનસિક, સામાજિક અને કાયદાકીય મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા, માતા-પિતાના કાયદેસરના હકોનું રક્ષણ અને મૈત્રી કરાર સંબંધિત જોગવાઈઓની સમીક્ષા કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

આગેવાનોએ જણાવ્યું હતું કે અભિયાનનો હેતુ કોઈની વ્યક્તિગત સ્વતંત્રતાનો વિરોધ કરવાનો નથી, પરંતુ માતા-પિતાના હકોનું રક્ષણ થાય, કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને પરિવારોને અન્યાય ન થાય તેવી ન્યાયસંગત વ્યવસ્થા ઊભી કરવાનો છે.

કાર્યક્રમમાં સમાજના વડીલો, યુવાનો અને હોદ્દેદારોએ આ મુદ્દે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. SPG દ્વારા આગામી સમયમાં જરૂરી કાયદાકીય સુધારાઓ માટે સંગઠિત અને લોકશાહી ઢબે સરકાર સમક્ષ અવાજ ઉઠાવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande