ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 'સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર'ના નવા રૂમનો શુભારંભ
એટ-રિસ્ક દર્દીઓ માટે કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ વધુ સરળ બનશે ગાંધીનગર, 14 નવેમ્બર (હિ.સ.) જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. મીતા પરીખ અને અસીસ્ટન્ટ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન
સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર


સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર


- એટ-રિસ્ક દર્દીઓ માટે કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ વધુ સરળ બનશે

ગાંધીનગર, 14 નવેમ્બર (હિ.સ.) જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. મીતા પરીખ અને અસીસ્ટન્ટ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, માઇક્રોબાયોલોજી વિભાગના ડૉ.ગૌરીશંકર શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ એસ.એસ.કે. & આઈ.સી.ટી.સી. સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. કિરણ પટેલ, આર.એમ.ઓ. મેડમ ડૉ. કૌશર મેડમ, માઇક્રોબાયોલોજી વિભાગના સ્ટાફ, એ.આર.ટી. સ્ટાફ, વિઝન સી.એસ.સી. સ્ટાફ અને એસ.ટી.આઈ. સ્ટાફની ઉપસ્થિતિમાં, લાભપાંચમના શુભ દિન નિમિત્તે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. મીતા પારીખના હસ્તે ‘સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર’ના નવા રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ સેન્ટરનો મુખ્ય હેતુ ગાંધીનગર જિલ્લાના એટ-રિસ્ક પેશન્ટનું કાઉન્સેલિંગ તેમજ એચ.આઈ.વી. વિશે અવેરનેસ અને ટેસ્ટિંગ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ સેન્ટર વર્ષ 2022થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક કાર્યરત છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande