લાભ પાંચમના મુહૂર્તે પાટણ જિલ્લામાં વેપારીઓએ ધંધા-રોજગારનો પ્રારંભ કર્યો
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નૂતન વર્ષની ઉજવણી બાદ શનિવારે લાભ પાંચમના પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા-અર્ચના અને શુભ મુહૂર્ત સાથે દુકાનો તથા પેઢીઓ ફરી શરૂ કરી હતી. વર્ષોની પરંપરા મુજબ નૂતન વર્ષના દિવસે મુહૂર્ત કર્યા બાદ અને
લાભ પાંચમના મુહૂર્તે પાટણ જિલ્લામાં વેપારીઓએ ધંધા-રોજગારનો પ્રારંભ કર્યો


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નૂતન વર્ષની ઉજવણી બાદ શનિવારે લાભ પાંચમના પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા-અર્ચના અને શુભ મુહૂર્ત સાથે દુકાનો તથા પેઢીઓ ફરી શરૂ કરી હતી. વર્ષોની પરંપરા મુજબ નૂતન વર્ષના દિવસે મુહૂર્ત કર્યા બાદ અનેક વેપારીઓ પાંચ દિવસ સુધી દુકાનો બંધ રાખીને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. પાંચ દિવસના વિરામ બાદ બજારોમાં ફરી વેપારી પ્રવૃત્તિઓ શરૂ થતાં રોનક જોવા મળી હતી.

લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે લક્ષ્મીજીની પૂજા કરી નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને વેપારમાં પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ગ્રાહકોની અવરજવર શરૂ થતાં બજારોમાં ધીમે ધીમે ઘરાકી જોવા મળી હતી. ખાસ કરીને કાપડ, જ્વેલર્સ અને અન્ય વેપારી પેઢીઓમાં ખરીદી માટે લોકો પહોંચ્યા હતા.

બીજી તરફ લગ્નસરાની સીઝન શરૂ થવાની હોવાથી બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વેપારીઓએ બેસતા વર્ષ બાદ પણ ધંધા ચાલુ રાખ્યા હતા અને દિવાળીના તહેવારો દરમિયાન તેમના અંદાજ કરતાં વધુ ઘરાકી નીકળી હોવાનું જણાવ્યું હતું. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે દિવાળીમાં વેપાર સારો રહ્યો છે અને હવે લગ્નસરાની ખરીદીમાં પણ તેજી રહેવાની આશા છે. નવા વર્ષમાં વેપાર-ધંધો વધુ વેગ પકડે તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande