
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે તા.15 નવેમ્બરના
રોજ પોરબંદર જિલ્લામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે
પોરબંદર જિલ્લામાં બે સ્થળોએ મહાનુભાવોની ઉપસ્થિત કાર્યક્રમો યોજવાનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર
મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શહેરના બિરલા હોલ ખાતે અને જિલ્લા કક્ષાનો
કાર્યક્રમ મહેર સમાજ, ખંભાળા
ખાતે યોજાશે.
જેમાં કાર્યક્રમ સવારે 11:00 કલાકે સ્થાનિક સ્તરે વિવિધ
સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમો યોજાશે. ત્યારબાદરાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે. ભગવાન
બિરસા મુંડાના જીવનસંઘર્ષ, દેશની
આઝાદીની લડતમાં તેમના અદ્વિતીય યોગદાન અને આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમણે કરેલા
કાર્યોને યાદ કરવા તેમજ જનજાતિ સમાજના ગૌરવશાળી વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓને
નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ
ઉજવણીમાં જિલ્લાના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બને તેવી જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya