નવસારી જિલ્લાના ગણદેવીના અંભેટા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ સંમેલન યોજાયું
જનજાતીય મહાનાયકોના બલિદાન અને ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ નવસારી,14 નવેમ્બર (હિ.સ) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંભેટા ખ
Youth Dialogue Conference was held under Tribal Pride Week at Ambheta, Gandevi, Navsari district.


- જનજાતીય મહાનાયકોના બલિદાન અને ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ

નવસારી,14 નવેમ્બર (હિ.સ) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંભેટા ખાતે રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા સંવાદ સંમેલન યોજાયું હતું.

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક, જમીન અને અસ્મિતાના રક્ષણ માટે ‘ઉલગુલાન’ જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમનું જીવન, સંઘર્ષ અને બલિદાન આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની રાષ્ટ્રીય સ્તરે ઉજવણીની શરૂઆત કરાવી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને ચિરંજીવ રાખવા મ્યુઝિયમની સ્થાપના સહિતના પ્રયાસો કરવામાં આવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી

સમાજમાંથી આવે છે, જે સમગ્ર જનજાતીય સમાજ માટે ગૌરવની બાબત છે. વનબંધુ કલ્યાણ યોજના, શિક્ષણ, છાત્રાલયો, એકલવ્ય મોડેલ સ્કૂલો અને બિરસા મુંડા યુનિવર્સિટી જેવી પહેલો દ્વારા આદિવાસી સમાજના વિકાસને નવી દિશા મળી રહી છે.

યુવાનોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, યુવા માત્ર દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાન પણ છે. ભગવાન બિરસા મુંડાની શૌર્યગાથા માત્ર પુસ્તકોમાં જ સીમિત ન રહે, પરંતુ તેમના વિચારો, સંઘર્ષ અને આદર્શોને જીવનમાં ઉતારી સમાજના વિકાસમાં યોગદાન આપવા યુવાનોએ આગળ આવવું જોઈએ. આદિવાસી સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે છાત્રાલયો, આશ્રમશાળાઓ, શિષ્યવૃત્તિ, આરોગ્ય, આવાસ અને સામાજિક સહાય સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાન અને જનજાતીય મહાન નાયકોના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. સાથે જ સમાજના અધિકારોનું રક્ષણ, સામાજિક જાગૃતિ અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવાનો છે. પૂર્વ મંત્રી કરસન પટેલે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande