જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન યોજાયું
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ સહિતના મહાનુભાવોએ પ્રતિમાઓની સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો રાજપીપળા,14 નવેમ્બર (હિ.સ) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં
A cleanliness drive was organized in Narmada district as part of the celebration of Tribal Pride Week.


A cleanliness drive was organized in Narmada district as part of the celebration of Tribal Pride Week.


- નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ સહિતના મહાનુભાવોએ પ્રતિમાઓની સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

રાજપીપળા,14 નવેમ્બર (હિ.સ) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં 11 થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે નાંદોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી તેમની પ્રતિમાઓની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત રાજપીપળા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા, ભીલરાજાની પ્રતિમા, ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ રાજપીપળા ગાર્ડનમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાફ-સફાઈ સહિત પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ સ્વચ્છતા અભિયાનમાં કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande