અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી કાપ: બોપલ-ઘુમા, સરખેજ સહિતના વિસ્તારોમાં બપોર બાદ પાણી નહીં આવે
લાઈન શિફ્ટિંગની કામગીરી કરવા માટે શટડાઉન.- 17 નવેમ્બરથી રાબેતા મુજબ પાણી અપાશે. અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ) : અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં આગામી 16 નવેમ્બરના રોજ પાણી પુરવઠો બંધ રહેશે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈનનુ
અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી કાપ: બોપલ-ઘુમા, સરખેજ સહિતના વિસ્તારોમાં બપોર બાદ પાણી નહીં આવે


- લાઈન શિફ્ટિંગની કામગીરી કરવા માટે શટડાઉન.- 17 નવેમ્બરથી રાબેતા મુજબ પાણી અપાશે.

અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ) : અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં આગામી 16 નવેમ્બરના રોજ પાણી પુરવઠો બંધ રહેશે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈનનું રિપેરિંગ અને હાઇવે પર આવેલી 750 મીમી વ્યાસની પાણીની લાઈન શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શટડાઉન લેવામાં આવશે.

આ કામગીરીના કારણે ગોતા, બોડકદેવ, થલતેજ, બોપલ-ઘુમા, શીલજ, હેબતપુર, ભાડજ અને સરખેજ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. 16 નવેમ્બરે નાગરિકોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ અગાઉથી પીવાના અને ઘરવપરાશના પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવો જરૂરી છે. તંત્રના જણાવ્યા અનુસાર, રિપેરિંગ અને લાઈન શિફ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ 17 નવેમ્બરથી પાણી પુરવઠો ફરી રાબેતા મુજબ શરૂ થશે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં જુહાપુરા અંબર ટાવર રોડ પર લાઈન શિફ્ટિંગ અને લીલાપુર તળાવ પાસે નવા સ્પીડલ રોડની કામગીરીના કારણે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીનો સપ્લાય 16 નવેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે. એટલે કે બપોર બાદ પાણી નહીં આવે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે 17 નવેમ્બરે સવારે ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.

ઈજનેર વોટર પ્રોજેકટના જણાવ્યા મુજબ જાસપુર 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત ટ્રક મેઈન લાઈન પૈકી લીલાપુર ગામ પાસે આવેલા લીલાપુર તળાવ પાસેના 1300 મીમી વ્યાસના સ્કાવર વાલ્વનો સ્પીડલ રોડ ખરાબ થયેલો હોવાથી નવો સ્પીડલ રોડ નાખવાની કામગીરી તથા સરખેજ નેશનલ હાઇવે-કેડીલા સર્કલથી એ.પી.એમસી. તરફ જતી 750 મીમી વ્યાસની એમ.એસ. ટ્રંક મેઈન લાઈન પર અંબર ટાવર-ક્લાસિક હોમ પાસે ડ્રેનેજ રી-હેબની કામગીરીમાં નડતરરૂપ લાઈન શિફટીંગની કામગીરી કરવાની છે. જેથી 16 નવેમ્બરે પાણીની સપ્લાય શટડાઉન થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande