ભોજપરામાં લોકસાહિત્ય અને સાંસ્કૃતિક વિરાસતનો સંગમ યોજાયો
ભાવનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ભોજપરા ગામે લાખાણી પરિવાર દ્વારા ‘લોકસાહિત્ય કલા સંગમ – સાંસ્કૃતિક લોકડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અગ્રણી સુરેશભાઈ ભોજપ
ધાર્મિક કાર્યક્રમ માં મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા


ભાવનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ભોજપરા ગામે લાખાણી પરિવાર દ્વારા ‘લોકસાહિત્ય કલા સંગમ – સાંસ્કૃતિક લોકડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અગ્રણી સુરેશભાઈ ભોજપરા, દિનેશભાઈ લાખાણી સહિત સ્થાનિક આગેવાનો સાથે લોકસાહિત્યની સમૃદ્ધ પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસુરક્ષાના મૂલ્યોને લોકસંસ્કૃતિના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી. લોકડાયરા જેવા આયોજનો માત્ર મનોરંજન પૂરતા સીમિત ન રહેતાં સમાજમાં રાષ્ટ્રભાવના, સામાજિક એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ જાગૃત કરવાનું માધ્યમ પણ બને છે.

‘મનોરંજનથી મનોમંથન અને લોકકલા દ્વારા રાષ્ટ્રભાવના’ના સંદેશ સાથે યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકસાહિત્ય અને લોકકલાની પરંપરાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande