બોટાદના પોપડા વિસ્તારમાં પાર્ક કરેલી બોલેરો કારમાં અચાનક આગ, કાર બળીને ખાખ
બોટાદ, 15 નવેમ્બર (હિ.સ.)બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા પોપડા વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી બોલેરો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની આ ઘટનામાં બોલેરો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હ
આગ લાગવાનો બનાવ


બોટાદ, 15 નવેમ્બર (હિ.સ.)બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા પોપડા વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી બોલેરો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની આ ઘટનામાં બોલેરો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

મળતી માહિતી અનુસાર, પોપડા વિસ્તારમાં ભાવનગર રોડ પર એક બોલેરો કાર પાર્ક કરવામાં આવી હતી. મોડી રાત્રિના સમયે અચાનક કારમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થયા હતા.

બનાવ અંગે બોટાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમની સમયસરની કામગીરીને કારણે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં આગના કારણે બોલેરો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો સામે આવી નથી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande