જુના બોરભાઠા બેટ આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ભરૂચ જિલ્લાના જુના બોરભાઠા બેટ ખાતે આહિર સમાજની એપીએલ 20 ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. ભરૂચ, 15 નવેમ્બર (હિ.સ.) : ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને આત્મીયભાવ રહે તેવા હેતુથી છેલ્લા કેટલાક વર્ષોથી આહિર સ
જુના બોરભાઠા બેટ આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


જુના બોરભાઠા બેટ આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


જુના બોરભાઠા બેટ આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


જુના બોરભાઠા બેટ આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


- ભરૂચ જિલ્લાના જુના બોરભાઠા બેટ ખાતે આહિર સમાજની એપીએલ 20 ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ.

ભરૂચ, 15 નવેમ્બર (હિ.સ.) : ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને આત્મીયભાવ રહે તેવા હેતુથી છેલ્લા કેટલાક વર્ષોથી આહિર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

ભરૂચ જિલ્લાના જુના બોરભાઠા બેટ ખાતે લાભ પાંચમના પાવન દિવસે આહીર સમાજ દ્વારા આહીર સમાજની APL 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાભરમાંથી અલગ અલગ વિસ્તારો અલગ અલગ ગામડાઓમાંથી અને શહેરોમાંથી કુલ 36 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આહીર સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી આહિર સમાજના યુવાનો વ્યસન મુક્ત રહે એકબીજા પ્રત્યે આત્મીય ભાવ રહે અને સમાજના યુવકો એકબીજા સાથે પરિચિત થાય એવા હેતુથી આહીર સમાજ દ્વારા આયોજન થાય છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 15 દિવસ સુધી ચાલશે જેમાં સમગ્ર ભરૂચ જિલ્લાભરમાંથી આહીર સમાજની કુલ 36 ટીમો એ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર જુના બોરભાઠા બેટના સરપંચ પંકજ પટેલ ઉપ સરપંચ દીપક પટેલ તથા આહિર સમાજના અગ્રણીઓ ધીરજ આહીર, ઈશ્વર આહીર, બાલુ આહીર, નટુ આહીર કેશવ આહીર, કરસન આહીર સહિતના આહીર સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિત રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande